Airtel announces mobile tariff hike

 Airtel announces mobile tariff hike: Jio ના ગ્રાહકોને ઝટકો લાગ્યા બાદ હવે Airtel એ પણ તેના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. Airtel એ તેના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. નવા વધેલા મોબાઈલ ટેરિફ 3 જુલાઈ, 2024થી અમલમાં આવશે.



પ્લાનમાં કેટલો વધારો થયો?

Airtelએ પ્રેસ રિલીઝ દ્વારા જાહેરાત કરી છે કે તેના સૌથી સસ્તા પ્લાનની કિંમત હવે 179 રૂપિયાથી વધીને 199 રૂપિયા થઈ ગઈ છે. 1799 રૂપિયાનો પ્લાન હવે 1999 રૂપિયા થઈ ગયો છે, જે 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. દૈનિક ડેટાવાળા પ્લાનની કિંમતોમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

એક વર્ષના રિચાર્જમાં કેટલો વધારો થયો?

  • 265 રૂપિયાનો પ્લાન હવે 299 રૂપિયામાં મળશે.
  • 1.5GB ડેટાવાળો 299 રૂપિયાનો પ્લાન હવે 349 રૂપિયામાં મળશે.
  • 56 દિવસના પ્લાનની કિંમત 479 રૂપિયાથી વધારીને 579 રૂપિયા કરી દીધી છે.
  • 2GB દૈનિક ડેટા, અનલિમિટેડ કોલિંગ અને SMS સાથે 2999 રૂપિયાનો પ્લાન હવે 3599 રૂપિયામાં મળશે. આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે.

પોસ્ટપેડ પ્લાનની કિંમતોમાં પણ વધારો

Airtelએ ડેટા વાઉચરની કિંમતોમાં પણ વધારો કર્યો છે. 19 રૂપિયાના પ્લાનની કિંમત હવે 22 રૂપિયા થઈ ગઈ છે, જેમાં 1GB ડેટા એક દિવસ માટે મળશે.

પોસ્ટપેડ પ્લાનમાં ફેરફાર

  • 399 રૂપિયાનો પ્લાન હવે 449 રૂપિયા થઈ ગયો છે.
  • 999 રૂપિયાનો પ્લાન હવે 1199 રૂપિયામાં મળશે.


અમારી ટેલીગ્રામ ચેનલમાંં જોડાવવા અહીંં ક્લીક કરો

Also Check::